Team Chabuk-International Desk: શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ રાજપક્ષે ગોટાબાયા દેશ છોડીને ભાગી ગયા છે. ત્યારે શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે. જેથી દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં અત્યારે લોકો માર્ગ પર ઉતરી આવ્યા છે અને ભારે હોબાળો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા છે. સાથે વડાપ્રધાન નિવાસસ્થાનને પણ લોકોએ ઘેરી લીધું છે. તેવામાં લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંહે ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
અત્યારે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બીજી બાજુ સેનાએ પોતાના લોકો સામે કોઈ પગલાં ભરવાની વાત સામે આવતા તેમને પોતાના હથિયાર નીચે મૂકી દીધા છે. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13 જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી. ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ મંગળવારે એટલે કે 12 જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
