Team Chabuk-Sports Desk: ગત ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ વધુ એક વખત દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ 2003 પછી ભારતને આ ચેમ્પિયનશિપમાં મેડલ અપાવ્યો છે. નીરજ ચોપરાએ અમેરિકાના યૂજીનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીતી લીધો છે.
મહત્વનું છે કે આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને માત્ર એક જ મેડલ મળેલો છે. જે લાંબી કૂદમાં મળ્યો હતો. લાંબી કૂદના મહાન ખેલાડી અંજૂ બોબી જ્યોર્જે 2003માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે 19 વર્ષ બાદ ભારતને નીરજ ચોપરાએ બીજો મેડલ અપાવ્યો છે.
History Created by Neeraj Yet Again 🔥🔥🔥@Neeraj_chopra1 becomes the 1st Indian Male to win a medal at the #WorldChampionships
— SAI Media (@Media_SAI) July 24, 2022
Neeraj wins 🥈in Men's Javelin Throw with his best throw of 88.13m at @WCHoregon22
Absolutely Brilliant 🙇♂️🙇♀️
📸 @g_rajaraman
1/2#IndianAthletics pic.twitter.com/OtJpeDopGe
નીરજ ચોપરાના ત્રણ થ્રો ફાઉલ થયા
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજ ચોપરાને મળેલા કુલ છ થ્રોમાંથી ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા. જેમાં પ્રથમ થ્રો ફાઉલ થયો. બીજા થ્રોમાં નીરજે 82.39 મીટર દુર ભાલો ફેંક્યો. ત્રીજા થ્રોમાં 86.13 મીટર દુર ભાલો ફેંક્યો. ત્રીજા થ્રોમાં 88.13 મીટર દુર ભાલો ફેંક્યો. પાંચમો અને છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો હતો.
એન્ડરસન પીટર્સને ગોલ્ડ મેડલ
ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શરૂઆતના બન્ને થ્રો એન્ડરસને 90 મીટરને પાર પહોંચાડ્યા હતા. ફાઈનલમાં સૌથી વધુ 90.54 મીટર દુર ભાલો ફેંકીને એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ફાઈનલમાં ભારતના બે ખેલાડીને સ્થાન મળ્યું હતું જેમાં નીરજ ચોપરા અને રોહિત યાદવ હતા. જો કે રોહિત શરૂઆતના ત્રણ થ્રોમાં ટોપ-8માં સ્થાન ન મેળવી શકતાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
