Team Chabuk-Gujarat Desk: ધંધુકા-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે. મૃતકનો આંક હજુ પણ વધી શકે છે. મૃતકોમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકો છે. હજુ પણ 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. તેમજ રોજીદ ગામના 5 લોકોનાં મોત થયા છે. તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ ધંધુકા તાલુકાનાં આકરું ગામના 3 લોકોનાં મોત થયા છે. લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓ દાખલ કરાયા છે. તેમજ ટ્રોમમાં સેન્ટરમાં દર્દી દાખલ છે.
બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત થયા છે. રોજિદ ગામના પાંચેય મૃતકોની ટ્રેકટરમાં અંતિમયાત્રા નીકળતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય ગામના 9 લોકોનાં મોત થયા છે. તથા 31 લોકો હજુ સારવાર હેઠળ છે. તેમજ બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં પીપળજની કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જયેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં ખાનગી કંપનીના કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તથા 600 લીટર મિથેલોન વેચનાર આરોપી ઝડપાયો છે. જેમાં મંજુરી વગર મિથેલોન ગેરકાયદે વેચ્યું હતુ.
બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો તેમજ મિથેલોનનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થયો હતો. તેમાં પીપળજની AMOS કંપનીમાંથી મિથેલોન ખરીદાયું હતું જેમાં AMOS કંપની ગેરકાયદે હોવાનું પ્રાથમિક અનુમાન છે તથા AMOS કેમિકલ કંપની પાસે હેલ્થ વિભાગનું લાઇસન્સ નથી.
નોંધનીય છે કે, ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
