Homeગુર્જર નગરીજૂનાગઢઃ સુખનાથ ચોકમાં મહિલાની હત્યા મામલે મહિલાની ધરપકડ, પુત્રના મિત્ર સાથે હતો...

જૂનાગઢઃ સુખનાથ ચોકમાં મહિલાની હત્યા મામલે મહિલાની ધરપકડ, પુત્રના મિત્ર સાથે હતો અનૈતિક સંબંધ, મહિલા આડખીલી બનતા ઢીમ ઢાળી દીધુ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સુખનાથ ચોક પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં વધુ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે કે, પુત્રના મિત્ર સાથે અનૈતિક સંબંધમાં આડખીલી બનતી મહિલાનું મહિલાએ જ ઢીમ ઢાળી દેવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

જૂનાગઢના સુખનાથ ચોકમાં તાજેતરમાં જ એક મહિલાને એક કારે અડફેટે લીધી હતી. દુર્ગટનામાં મહિલાનું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પ્રથમ દ્રષ્ટીએ સમગ્ર મામલો હીટ એન્ડ રનનો લાગી રહ્યો હતો. જેથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જો કે, જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ ઘટના હત્યા હોવાનું જાણવા મળ્યું.

પોલીસ કારના નંબરના આધારે કારના ચાલક સુધી પહોંચી હતી. આદિલખાન નામના શખ્સને ઝડપી લીધો હતો. આદિલની કડક પૂછપરછ કરતાં આરોપીએ હત્યાની વાત સ્વીકારી હતી. તેણે સ્વીકાર્યું હતું કે, મહિલા આરોપીને અન્ય મહિલા સાથેના સંબંધમાં અને વ્યવહારમાં આડે આવી રહી છે. જેથી તેની હત્યા કરી દીધી છે. હત્યા અંગે કોઈને શક ન થાય એટલે આરોપીએ મામલો અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. હવે આ સમગ્ર કેસમાં એક મહિલાનું પણ નામ ખુલ્યું છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક સફેદ રંગની કાર પૂર ઝડપે આવી રહી છે. બીજી તરફ એક મહિલા રસ્તાની સાઈડ પર ચાલી રહી છે. આ દરમિયાન કારચાલક મહિલાને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર છે કે, મહિલા ઉછળીને રસ્તા પર પટકાય છે. ત્યારબાદ કારચાલક કાર રોકવાને બદલે કારના પૈડાં મહહિલા પર ફેરવી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.

ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ હાજર લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદથી મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. જો કે, ત્યાં  સુધીમાં મહિલાનું મોત થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments