Homeગામનાં ચોરેસગીરાનું અપહરણ કરી પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યું, કપડાં વગર જ રસ્તા...

સગીરાનું અપહરણ કરી પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યું, કપડાં વગર જ રસ્તા પર ભગાડી, વીડિયો વાયરલ થતાં પોલીસે એકની ધરપકડ કરી

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં મેળો જોવા ગયેલી સગીરાનું અપહરણ કરી પાંચ યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં ત્યારબાદ સગીરાને કપડાં વગર જ ભગાડી દીધી. ડરી ગયેલી સગારી ચીસો પાડતી પાડતી પોતાના ઘરે પહોંચી હતી. સગીરાએ ઘરે પહોંચીને મોટી બહેનને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ પીડિતાની બહેન તેના ફુઆ સાથે પોલીસ સ્ટેશન પહોંચી. 6 દિવસ રાહ જોયા પછી પરિવારજનો 6 સપ્ટેમ્બરે SSP હેમંત કુટિયાલને મળ્યા હતા. SSPએ નિર્દેશ આપતા 7 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધવામાં આવી.

રસ્તા પર નિર્વસ્ત્ર દોડતી સગીરાનો વીડિયો વાયરલ થયો છે. દાવો છે કે, સમગ્ર ઘટના 1 સપ્ટેમ્બરની છે. ભોડજપુર પોલીસે વીડિયો વાયરલ થયા બાદ 7 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધી અને એક આરોપીને ઝડપી લીધો છે.

સમગ્ર કેસ મુદ્દે પોલીસે કહ્યું કે, “15 વર્ષની સગીરા એક સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે મિત્રોની સાથે મેળો જોવા ગઈ હતી. રાત્રે 8 વાગ્યે પરત ફરી રહી હતી તે દરમિયાન બાઈક પર આવેલા નજીકના ગામના 5 યુવાનોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સગીરાને સૈદપુર ખદ્દરના જંગલમાં લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ સગીરાને કપડાં વિના ત્યાંથી ભગાડી દીધી.”

મંગળવારે એક મહિલાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સગીરાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ તપાસમાં લાગી ગઈ. પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓના નામ નિતિન, કપિલ, અજય અને નૌશે અલી છે. જેમાંથી નૌશે અલીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ચારની પણ શોધખોળ ચાલું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments