Homeગામનાં ચોરેBSFને નદીમાં તરતા મળ્યા 38 લાખના મોબાઈલ, જાણો દાણચોરી માટે ક્યાં મોકલવામાં...

BSFને નદીમાં તરતા મળ્યા 38 લાખના મોબાઈલ, જાણો દાણચોરી માટે ક્યાં મોકલવામાં આવી રહ્યા હતા ?

Team Chabuk-National Desk: ભારત-બાંગ્લાદેશ સરહદે બાંગ્લાદેશ તરફ વહેતી પગલા નદીમાં મોબાઈલની દાણચોરીની એક ઘટના સામે આવી છે. બાંગ્લાદેશ તરફ પગલા નદીમાં તરતી કેળાની દાંડી સાથે બાંધેલા પ્લાસ્ટિકના કન્ટેનરમાં મોબાઇલ ફોન શનિવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળની 70મી બટાલિયનના સૈનિકોએ નદીમાં તરતા કેટલાક કેન જોયા હતા. આ પછી જવાનો દ્વારા તેની ઝડતી લેવામાં આવી હતી અને કેનને કબજે કરાયા હતા અને ખોલીને જોતા તેમાંથી 317 મોબાઈલ મળી આવ્યાં હતા જેની બજાર કિંમત 38 લાખથી વધુ છે.

બીએસએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરહદી ચોકી લોઢિયાના સૈનિકોએ પગલા નદીમાં કેળાની દાંડી સાથે બાંધેલા કેટલાક પ્લાસ્ટિકના કન્ટેનર બાંગ્લાદેશ તરફ તરતા જોયા હતા. જાગૃત જવાનોએ તાત્કાલિક નદીમાંથી કન્ટેનર બહાર કાઢ્યા હતા અને જ્યારે તેઓએ તેને ખોલ્યા ત્યારે તેમની પાસેથી વિવિધ કંપનીઓના 317 મોબાઇલ ફોન મળી આવ્યાં હતા જેની કિંમત આશરે 38,83,000 રૂપિયા હોવાનો અંદાજ છે. ફોન જપ્ત કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments