Team Chabuk-Gujarat Desk: Womens Asia Cup T20 2022માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. જે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ નથી કરી શકી તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કરી બતાવ્યું છે. હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ સેમિફાઇનલમાં થાઇલેન્ડને 74 રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
બાંગ્લાદેશના સિલહેટ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપની પ્રથમ સેમિફાઈનલમાં ભારતીય ટીમની ટક્કર થાઈલેન્ડ સામે થઈ. ટોસ જીતીને થાઈલેન્ડની ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા. શૈફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું. શૈફાલીએ 28 બોલ પર 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા. જ્યારે હરમનપ્રીત કૌરે 30 બોલ પર 4 ચોગ્ગાની મદદથી 36 રન ફટકાર્યા. આ ઉપરાંત સ્મૃતિ મંધાનાએ 13 રન, જેમિમાહ રોડરીગ્સે 27 રન અને પૂજા વસ્ત્રાકરે 17 રનનું યોગદાન આપ્યું.
4⃣2⃣ Runs
— BCCI Women (@BCCIWomen) October 13, 2022
1⃣ Wicket
1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍
Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX
તો બીજી તરફ 149 રનનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ માત્ર 74 રન જ બનાવી શકી. થાઈલેન્ડ તરફથી કેપ્ટન નરૂમોલ ચાઈવાઈ અને નટ્ટયા બુચાથમે 21-21 રન બનાવ્યા. આ ઉપરાંત થાઈલેન્ડની કોઈ બેટર ડબલ ડિજિટ સુધી પહોંચી ન શકી.
ભારત તરફથી દિપ્તી શર્મા અને રાજેશ્વરી ગોસ્વામીએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. દિપ્તી શર્માએ 4 ઓવરમાં એક મેઈડન સાથે માત્ર 7 રન આપી થાઈલેન્ડની ઓપનર્સ સહિત કુલ 3 બેટરને પવેલિયનનો રસ્તો બતાવ્યો. તો રાજેશ્વરીએ 4 ઓવરમાં 10 રન આપી 2 વિકેટ ઝડપી. ઉપરાંત રેનુકા, રાણા અને શૈફાલી વર્માએ 1-1 વિકેટ લીધી.
મહત્વનુ છે કે, બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે. 15 ઓક્ટોબરે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે.
મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનામાં રમાયેલા એશિયા કપમાં ભારતીય પુરૂષ ટીમની સેમિફાઈનલમાં શ્રીલંકા સામે હાર થઈ હતી જેના કારણે ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી શકી ન હતી. જોકે, આ કામ મહિલા ક્રિકેટ ટીમે પૂર્ણ કર્યું છે. હવે ફેન્સને આશા છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલ મેચ પણ જીતશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત