Team Chabuk-Political Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણીના વાઈરલ વીડિયો મામલે દિલ્હી હાજર થવા ગયેલા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ છે. દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ગોપાલ ઈટાલિયા હાજર થવા ગયા તે વખતેદિલ્હીમાં તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાની ધરપકડ થતાં જ રાજકારણ ગરમાયું છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક શબ્દ ટિપ્પણીથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ગોપાલ ઈટાલિયા સામે નોટિસ ઈશ્યુ કરી હતી. ગોપાલ ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા આજે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ અંગે ગોપાલ ઈટાલિયાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે NCWના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી હું નથી ડરતો. નાખી દો મને જેલમાં. તેમણે પોલીસ પણ બોલાવી લીધી છે અને મને ધમકાવી રહ્યા છે.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આખી ભાજપ ગોપાલ ઈટાલિયા પાછળ કેમ પડી છે.
पूरी बीजेपी गोपाल इटालिया के पीछे क्यों पड़ी है? https://t.co/s8TZnAZfXc
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
આમ આદમી પાર્ટીના ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આ અંગે નિવેદન આપ્યું છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, ગોપાલ ઇટાલિયાના જુના વીડિયો કાઢીને ભાજપ સરકાર દબાવવાના પ્રયાસો કરે છે. દિલ્હીમાં તમામ એજન્સીઓ કોના હાથમાં છે તે બધા જાણે છે. ચૂંટણી નજીક આવતા ખોટી રીતે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.
ગોપાલ ઈટાલિયાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દિલ્હી સ્થિત NCWની ઓફિસની બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તે અંગે NCWના ચેરપર્સન રેખા શર્માએ એક તસવીર ટ્વિટ કરી છે જેમાં ઓફિસ બહાર લોકો એકઠાં થયેલા દેખાઈ રહ્યા છે.
All the @AamAadmiParty hulligons are outside my office creating ruckus. @CPDelhi @SouthwestDcp @PMOIndia pic.twitter.com/7N698OAcRK
— Rekha Sharma (@sharmarekha) October 13, 2022
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ નક્કી નથી થયું, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી કહેવાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
