Homeગામનાં ચોરેઅરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 સૈનિકોના મૃતદેહ મળ્યા

અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 સૈનિકોના મૃતદેહ મળ્યા

Team Chabuk-National Desk: ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે આ હેલિકોપ્ટર સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત કુલ 5 લોકો સવાર હતા. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના 3 લોકો માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેનાએ આ શોધ અને બચાવ અભિયાનમાં ત્રણ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. અહેવાલો અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર મિગિંગ ગામમાં ક્રેશ થયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ અકસ્માત સ્થળ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, રેસ્ક્યૂ ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે.

‘રુદ્ર’ એટેક રોલ ધરાવતું હેલિકોપ્ટર હતું

નોંધનીય છે કે સ્વદેશી ALH હેલિકોપ્ટરમાં હથિયાર સ્થાપિત કર્યા બાદ તેને ALH-WSI એટલે કે વેપન સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ નામ આપવામાં આવ્યું છે. સેનાએ તેને ‘રુદ્ર’ નામ પણ આપ્યું છે અને તે એક કોમ્બેટ એટલે કે એટેક રોલ હેલિકોપ્ટર છે, જેમાં બે પાયલટ સવાર છે. જો કે સેનાએ સત્તાવાર રીતે એ નથી જણાવ્યું કે બંને પાઇલટ સિવાય હેલિકોપ્ટરમાં 3 લોકો હાજર હતા.

દુર્ઘટના બાદ એક સ્થાનિક વીડિયો સામે આવ્યો છે, જેમાં દૂરના પહાડ પરના ગાઢ જંગલમાં ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. જો કે સેના દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઓક્ટોબરમાં બીજી ક્રેશની ઘટના

આ મહિને 8 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન તે ક્રેશ થયું હતું. ચિતા હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા. દુર્ઘટના પછી, બંનેને નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments