Team Chabuk-InterNational Desk: AFPના રિપોર્ટ મુજબ ઈમરાન ખાન પર ફાયરિંગ કરનારા આરોપીને ઝડપી લેવાયો છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે હુમલાખોરે નિવેદન આપ્યું હતું કે, તે ઈમરાન ખાનની હત્યા માટે આવ્યો હતો. તેણે કહ્યું કે, ઈમરાન ખાન જનતાને ગુમરાહ કરી રહ્યા હતા. જેની સજા આપવા માટે તે આવ્યો હતો.
આ બધુ મે આટલા માટે કહ્યું કે, “લોકોને ગુમરાહ કરી રહ્યા હતા ઈમરાન ખાન. મારાથી આ સહન ન થયું અને મે તેને મારવાનો પ્રયાસ કર્યો. મારવાની સંપૂર્ણ કોશિશ કરી. માત્રને માત્ર ઈમરાન ખાનને અન્ય કોઈને નહીં. મે વિચાર્યું કે ત્યાં અઝાન થઈ રહી છે. અવાજ બહું હતો. એ વિચારીને મને સારું ન લાગ્યું. અચાનક નિર્ણય કર્યો હતો. દિવસથી, સવારથી. જ્યારથી આ લાહોરનું ચાલ્યું છે ત્યારથી મે આ ષડયંત્ર રચ્યું હતું. મારી પાછળ કોઈ નથી. મારી સાથે કોઈ નથી હું એકલો જ છું. હું ઘરેથી એકલો આવ્યો હતો પોતાની બાઈક પર.”
🚨I wanted to kill Imran Khan only, attacker told Media. pic.twitter.com/1EaE1o7q6h
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022
Imran Khan was shot in the leg but was stable while being taken to hospital. He waived at supporters too. #عمران_خان_ہماری_ریڈ_لائن_ہے pic.twitter.com/XizoAQzPax
— PTI (@PTIofficial) November 3, 2022
પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન ગુરુવારે વજીરાબાદ વિસ્તારમાં માર્ચ કાઢી રહ્યા હતા. તે દરમિયાન ઇમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પગમાં ગોળી વાગવાથી ઇમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેમના મેનેજર સહિત 5 સમર્થકોને પણ ગોળી વાગી છે. ફાયરિંગ બાદ ઇમરાન ખાનના સમર્થક તેમને બુલેટ પ્રૂફ કારમાં ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ ઈમરાન ખાનની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનના એક સમર્થકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલ પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.
Footage of the firing. pic.twitter.com/iXgXwDP9EX
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
