Homeદે ઘુમા કેT20 World Cup 2022 PAK vs RSA : પાકિસ્તાન જીત્યુ પણ સેમીફાઈનલમાં...

T20 World Cup 2022 PAK vs RSA : પાકિસ્તાન જીત્યુ પણ સેમીફાઈનલમાં પહોંચવું હજુ નથી આસાન, જાણો ભારતીય ટીમ પર શુ થશે અસર

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022નો રંગ જામ્યો છે. પોતાની ચોથી મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને હરાવ્યું જેના કારણે પાકિસ્તાનની ટીમની સેમીફાઈનલમાં પ્રવેશની આશા હજુ જીવંત છે. હવે આગામી મેચ સેમીફાઈનલના સમિકરણ નક્કી કરશે. વરસાદ બાદ DLS નિયમ પ્રમાણે સાઉથ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનું લક્ષ્ય અપાયું હતું. જો કે, આફ્રિકાની ટીમ 14 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 144 રન જ બનાવી શકી.

સાઉથ આફ્રિકાની હાર સાથે જ ગૃપ-2ના સમિકરણો બદલાયા છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે પોતાનો આગામી મુકાબલો જીતવો પડશે જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે હારશે તો તે ટુર્નામેન્ટ બહાર થઈ જશે. નેધરલેન્ડ સામે જીતીને સાઉથ આફ્રિકા 7 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પ્રવેશી શકશે. બીજી તરફ જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે હારે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જશે.

આ તરફ જો પાકિસ્તાન જીતે છે તો ભારત માટે ઝિમ્બાબ્વેને હરાવવું ફરજિયાત બને છે. હાલના ભારતીય ટીમના ફોર્મને જોતા તેમના માટે આ જરા પણ મુશ્કેલ નથી. એટલું જ નહીં જો ભારત અને ઝિમ્બાબ્વેની મેચ વરસાદમાં ધોવાય છે તો પણ ભારત 7 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

ભારતનો સેમીફાઈનલનો રસ્તો બંધ થવાનું એક માત્ર કારણ છે ઝિમ્બાબ્વે સામે હાર. જો કે, ભારતીય ટીમ એવું થવા નહીં દે અને સારી રન રેટે જીતવાનો પ્રયાસ કરશે. જો ભારત હારે તો નેટ રન રેટ પ્રમાણે સમિકરણ બદલાશે અને પાકિસ્તાન સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

ટોસ જીતીની પ્રથમ બેટિંગ માટે ઉતેરેલી પાકિસ્તાનની ટીમે 185 રનનું લક્ષ્ય આપ્યું હતું. એક સમયે પાકિસ્તાનની ટીમની 43 રન પર 4 વિકેટ પડી ગઈ હતી. જો કે, શાદાબ અને ઈફ્તિખાર વચ્ચેની પાર્ટનરશીપના કારણે ટીમે સાઉથ આફ્રિકા સામે ઉંચુ લક્ષ્ય રાખ્યું. શાદાબ ખાને 22 બોલ પર 52 રન ફટકાર્યા જ્યારે ઈફ્તિખારે 35 બોલ પર 51 રનનું યોગદાન આપ્યું.

185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમમાં કોઈ બેટર ખાસ પ્રદર્શન કરી ન શક્યું. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 36 અને એડન માર્કરમે 20 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી શાહીન આફરીદીએ 3 વિકેટ ઝડપી જ્યારે શાદાબ ખાને 2 વિકેટ ઝડપી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments