Homeગામનાં ચોરેક્રૂરતાની હદ: શ્રદ્ધાની હત્યા બાદ ઈલેક્ટ્રીક કરવત ખરીદી, બે દિવસ સુધી...

ક્રૂરતાની હદ: શ્રદ્ધાની હત્યા બાદ ઈલેક્ટ્રીક કરવત ખરીદી, બે દિવસ સુધી ટુકડાં કરતો રહ્યો આફતાબ, ઈન્ટરનેટ પર સર્ચ કર્યું આવું !

Team Chabuk-National Desk: દિલ્લી શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. તેણે પોલીસની સામે કહ્યું છે કે, હા મે જ શ્રદ્ધાની હત્યા કરી છે. બીજી તરફ એ પણ ખુલાસો થયો છે કે, શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે બીજી ગર્લફ્રેન્ડ પણ બનાવી લીધી હતી. એટલું જ નહીં એક તરફ ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના ટુકડાં પડ્યા હતા અને બીજી તરફ તે આફતાબ નવી ગર્લ્ડ ફ્રેન્ડને રૂમે લાવતો હતો.

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, આફતાબ પોલીસને ચકમો આપવા માટે શ્રદ્ધાની હત્યા બાદ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અપડેટ કરતો રહેતો હતો. જેના કારણે પોલીસ પણ ગુમરાહ થઈ. પુરાવાનો નાશ કરવા માટે બજારમાંથી સલ્ફર હાઈપોક્લોરિક એસિડ લઈ આવ્યો જેનાથી રૂમ સાફ કર્યો. જેથી ફોરેંસિક તપાસ દરમિયાન DNA સેંપલ ન મળે. હત્યા બાદ તેણે પહેલાં મૃતદેહને બાથરૂમમાં છુપાવ્યો હતો અને ઈન્ટરનેટ પર મૃતદેહને છુપાવવા માટેની નુસખા શોધવા લાગ્યો હતો. બીજા દિવસે તેણે બજારમાંથી ઈલેક્ટ્રીક કરવત ખરીદી અને મૃતદેહના કેટલાય ટુકડાં કર્યા. બે દિવસ સુધી તે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાં કરતો રહ્યો. શ્રદ્ધા અને પોતાના લોહીથી લથપથ કપડાંને કચરાની ગાડીમાં નાખ્યા.

તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, શ્રદ્ધાના શરીરના ટુકડાંને આફતાબે માત્ર ફ્રિજમાં જ નહીં પરંતુ કબાટ અને રસોડામાં પણ મુક્યા હતા. ત્યારબાદ ત્રણ મહિના સુધી મૃતદેહના ટુકડાંને ઠેકાણે પાડતો રહ્યો. સાથે જ શ્રદ્ધાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ અપડેટ કરતો રહ્યો. તે સોશિયલ મીડિયા પર શ્રદ્ધા બનીને તેના મિત્રો સાથે 9 જૂન સુધી ચેટિંગ કરતો રહ્યો. બે મહિના બાદ જ તે બેફિકર થઈ ગયો હતો અને ડેટિંગ એપ પરથી નવી મિત્ર પણ બનાવી લીધી હતી.

મહત્વનું છે કે, 18 મેએ આફતાબે શ્રદ્ધાની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને ઠેકાણે પાડવા અને પૂરાવાનો નાશ કરવા માટે તેણે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધા અને આફતાબ બંનેના કોમન મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments