Team Chabuk-National Desk: હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા શરુ થઈ છે. કાશ્મીરના ગુલમર્ગ, પહેલગામ, બનિહાલમાં જ્યારે જમ્મુના ડોડા અને પૂંછમાં હિમવર્ષા થઈ હતી. બીજી તરફ હિમાચલના લાહૌલ-સ્પીતિ, કુલ્લુ અને મનાલીમાં રવિવાર રાતથી હિમવર્ષા શરૂ થઈ હતી, જે સોમવારે સવાર સુધી ચાલુ રહી હતી. ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષાની શરૂઆત થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ઠંડી પડી શકે છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલના મેદાની વિસ્તારોમાં પણ અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. સોમવારે સવારે શ્રીનગરમાં 3.4 ડિગ્રી સેલ્સિયસ, પહેલગામમાં 0.6 અને ગુલમર્ગમાં માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયો હતો.
Sheen ❤️#Snowfall in #Gulmarg…#JammuAndKashmir @Kashmir_Weather pic.twitter.com/JF08pCFygA
— Pooja Singh 🇮🇳 (@_PoojaSingh03) November 14, 2022
હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો પર રવિવાર રાતથી હિમવર્ષા થઈ રહી છે. લાહોલ સ્પીતિ, ચંબા અને કિન્નોરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. લાહૌલ સ્પીતિના મુખ્ય મથક કેલોંગ અને અટલ ટનલ પાસે એક ઇંચ સુધી બરફ જમા થતા ટનલ બંધ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓના મનપસંદ સ્થળો કુલ્લુ અને મનાલીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
