Homeદે ઘુમા કેન્યૂઝિલેન્ડ પ્રવાસમાં રાહુલ દ્રવિડે બ્રેક લેતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, આટલા બ્રેકની જરૂર...

ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં રાહુલ દ્રવિડે બ્રેક લેતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, આટલા બ્રેકની જરૂર કેમ છે ?

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝિલેન્ડના પ્રવાસે છે. આવતીકાલથી ન્યૂઝિલેન્ડ સામે મુકાબલો શરૂ થશે. ન્યૂઝિલેન્ડ અને ભારત વચ્ચે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચ રમાશે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા સહિત સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને હાર્દિક પંડ્યાના હાથમાં ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે અને શિખર ધવનને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો છે. મહત્વની વાત એ છે કે, ટીમના સિનિયર ખેલાડીઓની સાથે સાથે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ આરામ લીધો છે. જેથી દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં ટીમના કોચની ભૂમિકા ભજવશે.

રાહુલ દ્રવિડે આરામ લેતાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સવાલો ઉઠાવ્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે એક કોચને વ્યવહારિક થવું પડે, પોતાના ખેલાડીઓ સાથે વધુ સમય પસાર કરવો પડે. અને વારંવાર બ્રેક લેવો ન જોઈએ. મહત્વનું છે કે, આ પહેલાં પણ આયરલેન્ડ અને જિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન રાહુલ દ્રવિડે આરામ લીધો હતો. બન્ને વખતે વીવીએસ લક્ષ્મણે મુખ્ય કોચની જવાબદારી નિભાવી હતી.

રવિ શાસ્ત્રીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, હું બ્રેક લેવામાં વિશ્વાસ નથી કરતો. હું મારી ટીમ અને ખેલાડીઓને સમજવા માંગું છું અને પછી તે ટીમના નિયંત્રણમાં રહેવાનું પસંદ કરું છું. ઈમાનદારીથી કહું તો તમને આટલા બ્રેકની જરૂર કેમ છે ? તમને આઈપીએલ દરમિયાન બે-ત્રણ મહિના મળે છે. જે એક કોચને આરામ કરવા માટે પૂરતા છે. બીજી વાત જે મને લાગી રહી છે એ એ છે કે, એક કોચને વ્યવહારિક થવું પડે પછી તે કોઈપણ હોય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments