HomeતાપણુંVideo: "મત હવે સાવરણાવાળાને જ, આ બહુ જાજુ થયું ભાઈ...." દાદીનો વીડિયો...

Video: “મત હવે સાવરણાવાળાને જ, આ બહુ જાજુ થયું ભાઈ….” દાદીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં જોડાઈ ગઈ છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ખૂબ સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચી રહ્યા છે અને લોકોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે ડોર ટુ ડોર પ્રચારનો એક વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, “લોકો સ્વયંભૂ કહી રહ્યા છે કે આ વખતે મત તો સાવરણાને જ.”

વીડિયોમાં શું છે ?
વીડિયોમાં એક વૃદ્ધા જોવા મળી રહ્યા છે. જેઓ કહી રહ્યા છે કે, બસ હવે બહું થયું. આ વખતે મત તો સાવરણાને જ. સામેથી કોઈ સવાલ કરી રહ્યું છે કે, સાવરણા વાળા શું કરશે ? જેના ઉત્તરમાં વૃદ્ધા જવાબ આપી રહ્યા છે કે, “એ કંઈક તો કરશેને હવે બહું વધુ થયું છે ભાઈ !” તેમની સાથે રહેલી અન્ય મહિલાઓ પણ આમ આદમી પાર્ટીને મત આપવાની વાતો કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો કાર્યકર વૃદ્ધાને અરવિંદ કેજરીવાલની યોજના વિશે જણાવી રહ્યા છે અને મહિલાઓને હજાર રૂપિયા આપવાનું વચન યાદ કરાવી રહ્યા છે.

મહત્વનું છે કે, રાજ્યમાં બે તકબક્કામાં ચૂંટણીનો જંગ જામશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતતની 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે, બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાશે.

પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ છે. 17 નવેમ્બરે ફોર્મ પાછુ ખેચવાનો અંતિમ દિવસ છે. બીજા તબક્કા માટે 17 નવેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે. ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે થશે. 21 નવેમ્બરે ફોર્મ પાછુ ખેચવાનો અંતિમ દિવસ છે. 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments