Homeતાપણુંલ્યો બોલો, મેન્ડેટ મળ્યા બાદ કૉંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો કર્યો...

લ્યો બોલો, મેન્ડેટ મળ્યા બાદ કૉંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, જાણો વધુ વિગતો

Team Chabuk-Political Desk: ગુજરાત વિધનસભાની ચૂંટણી 2022માં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ન કોંગ્રસે હાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું છે. અગાઉ ગોધરાના પૂર્વ MLA રાજેન્દ્રસિંહને મેન્ડેટ આપવામાં આવ્યું હતું જે હવે અનિષ બારૈયાને આપવામાં આવ્યું છે. વિધનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ સતત આરામ છે. દરરોજ નવા નવા દાવપેચ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા રાજેન્દ્રસિંહ પરમારે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, કોંગ્રસે તેમણે હાલોલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા હતા. જોકે હાલોલ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારે હાલોલથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઈ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલવાની ફરજ પડી છે.

આજે બીજા તબક્કાનું ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રસે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારે હાલોલ ચૂંટણી લડવા ના કહેતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગોધરા બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ ન ફાળવતા નારાજગી સામે આવી છે.

આ ઉપરાંત હાલોલ વિધાનસભા બેઠક પર 12 કલાકની અંદર ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે. અગાઉ ગોધરાના પૂર્વ MLA રાજેન્દ્રસિંહને મેન્ડેટ અપાયુ હતુ. જેથી હવે અંતિમ ઘડીએ અનિશ બારૈયાને ટિકિટ આપવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments