Team Chabuk-Sports Desk: ઇંગ્લેન્ડ માટે યુવા બેટ્સમેન હેરી બ્રુકે શાનદાર ઇનિંગ રમતા 116 બોલમાં 153 રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 19 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે પાકિસ્તાની બોલર ઝાહિદ મહમૂદની બોલિંગ પર એક ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પહેલા દિવસે સઈદ શકીલની ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 83મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. તેણે બ્રુક સામે બોલિંગ કરવા આવેલા ઝાહિદ મહમૂદનું સિક્સર વડે સ્વાગત કર્યું હતું. આ પછી બ્રુકે મહેમૂદના બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રુકનું બેટ અહીં જ ન અટક્યું, આ પછી તેણે ઓવરના છેલ્લા બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને આ ઓવરમાં 27 રન બનાવ્યા.
બ્રુક પહેલા પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદી આ કારનામું કરી ચૂક્યો છે. તેણે ભારત સામે 2005-06ની શ્રેણીમાં હરભજન સિંહ સામેની ઓવરમાં 27 રન બનાવ્યા હતા. આફ્રિદીએ આ કારનામું લાહોર ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું હતું, જ્યારે બ્રુકે આ કારનામું રાવલપિંડીમાં કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
