Homeગામનાં ચોરેVIDEO: અકસ્માત બાદ કારમાં આગ લાગી, યુવક જીવતો ભડથું થયો, દર્દનાક...

VIDEO: અકસ્માત બાદ કારમાં આગ લાગી, યુવક જીવતો ભડથું થયો, દર્દનાક વીડિયો જોઈ હચમચી જશો

Team Chabuk-National Desk: રાજસ્થાનના જોધપુરમાં દર્દનાક ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકનું કારમાં ફસાઈ જવાથી સળગીને મોત થયું છે. આ અકસ્માત થતા જ કારમાં આગ લાગી હતી. જેના કારણે તે યુવક કારમાં ફસાઈ ગયો હતો. કારમાં આગ લાગતા બહાર આવવા માટે ખૂબ જ તડપ્યો હતો, પરંતુ તેને કારમાંથી બહાર આવવાની તક જ ના મળી. અંદાજે 1 કલાકની જહેમત પછી જ્યારે તે યુવકને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, તો તેનું હાડપિંજર જ બહાર આવ્યું હતું. યુવક તેની પત્નીને તેના પીયર છોડીને પરત ફરી રહ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે 8 વાગ્યાની જોધપુરના શેરગઢ સ્થિત મેગા હાઈવેની છે.

ટેન્કરની ટક્કર ઇનોવા સાથે થઈ

અહેવાલ પ્રમાણે રાજસ્થાનના સોઇન્તરાનો રહેવાસી હડમત સિંહ (24) ગુરુવારે સાંજે તેની પત્નીને છોડવા માટે કોડિયાસર ફતેહગઢ સ્થિત પીયરમાં મુકવા ગયો હતો. પત્નીને પીયર છોડીને તે પોતાના ગામમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે રાત્રે 8 વાગે સોઇન્તરા સ્થિત ખાવાના ઓઇલથી ભરેલા ટેન્કરે તેની કાર ઇનોવાને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હડમત સિંહની કાર ઊછળીને રસ્તાના સાઈડમાં જતી રહી હતી. કારના પડતા જ તેમાં આગ લાગવા લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે હડમત સિંહે કારમાંથી બાહર નીકળવાની તક પણ નળી નહોતી, અને તે ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં ભયંકર રીતે દાઝી જવાથી તેનું મૃત્યું થયું હતું.

આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોએ આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભયંકર લાગી ગઈ હતી કે કોઈપણ વ્યક્તિ કારની નજીક જવાની હિંમત કરી શક્યું નહોતું. જ્યારે એક કલાક પછી જ્યારે આગ પર કાબૂ લાવવામાં આવ્યો, ત્યારે હડમત સિંહ પૂરી રીતે દાઝી ચૂક્યો હતો. આ અકસ્માતમાં તેને જ્યારે કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારે તેનું હાડપિંજર જ બહાર આવ્યું હતું.

આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. કારમાં લાગેલી જ્વાળાઓથી હડમતસિંહ પીડિત હોવાનું જોવા મળે છે. અકસ્માતમાં કાર આગમાં ભડભડ બળવા લાગી હતી. સ્થાનિક પોલીસ ઓફિસર દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઈનોવા કારની નંબર પ્લેટ મુજબ આ કાર કાકાંણીના રહેવાસી બાબુસિંહ રાજપૂતના પુત્ર પેમ્પસિંહની છે. મૃતક પેટ્રોલ પંપ પર છેલ્લા 8-10 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે તેની માસીના પુત્રને ત્યાં નોકરી કરતો હતો. અકસ્માત બાદ ટેન્કર ચાલક નાસી ગયો હતો. પોલીસે ટેન્કર કબજે કરી પોલીસ સ્ટેશનમાં રાખ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments