Team Chabuk-National Desk: છત્તીસગઢનાં બસ્તર જિલ્લાનાં જગદલપુરમાં ખાણમાં ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના થઇ છે. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે. તેમના શવને જે.સી.બી ની મદદથી બહાર કાઢવામાં આવ્યાં છે પરંતુ વધુ સંખ્યામાં મજૂરો દબાયેલા હોવાની આશંકાઓ જણાવવામાં આવી રહી છે. મજૂરોમાં મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ઘટના જિલ્લાનાં માલગાવ પંચાયલનો છે. માહિતી અનુસાર કાટમાળમાં લગભગ 10થી વધુ ગ્રામીણ મજૂરો દબાઇ ગયાં છે. હાલમાં જેસીબીની મદદથી તમામને બહાર નિકાળવામાં આવી રહ્યાં છે પછી જ ચોક્કસ આંકડાઓ સામે આવશે.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
WATCH: #BNNIndia Reports.
— Gurbaksh Singh Chahal (@gchahal) December 2, 2022
On Friday, seven people died when part of a limestone mine collapsed in a village in the Bastar district of Chhattisgarh. Police say that six of the dead were women. #India #Accident pic.twitter.com/Y1xKzffM82
છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં પીળી માટીની ખાણ ધસી જવાથી તેમાં 6 મહિલાઓ સહિત કુલ 7 લોકો દબાઇ જતાં મૃત્યુ પામ્યાં છે. જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અહીંનાં માલગાવમાં સ્થિત પીળી માટીની ખાણમાંથી માટી કાઢી રહ્યાં હતાં અને ત્યારે ઉપરનો ભાગ તેમના પર પડતાં મજૂરો તેની નીચે દબાઇ ગયાં છે. પીળી માટી એક પ્રકારે ચૂનાનાં પથ્થરો હોય છે.
તેમણે કહ્યું કે ઘટનાની જાણકારી મળ્યાં બાદ અન્ય ગ્રામીણોએ તેમને બચાવવાનાં પ્રયાસો કર્યાં અને તેની જાણકારી પોલીસને કરી. પોલીસે કહ્યું કે ઘટનાની જાણકારી મળ્યાં બાદ ઘટનાસ્થળ માટે ટીમ તરત જ રવાના થઇ અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
