Team Chabuk-Sports Desk: કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી વનડેમાં રમી શક્યો ન હતો. આ સિવાય તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ નથી રમી રહ્યો. જોકે, ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, રોહિત શર્મા ઈજામાંથી સાજો થઈ ગયો છે. હવે તે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ હશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી મેચ 22 ડિસેમ્બરથી રમાશે.
રોહિત શર્મા હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. ઉપરાંત, તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. જોકે, રોહિત શર્મા નેશનલ ક્રિકેટ એકેડમીમાં લાંબા સમય સુધી બેટિંગ કરી શક્યો ન હતો. આ પછી તેણે ફિઝિયો સાથે સમય વિતાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા રવિવારે ટીમ સાથે જોડાશે. હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે.
બીજી તરફ ચટગાંવ ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 258 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ યજમાન ટીમને મેચ જીતવા માટે 513 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી કોઈ પણ નુકશાન વિના 41 રન બનાવી લીધા છે. જોકે, આ ટેસ્ટ મેચમાં 3 દિવસની રમત બાકી છે. જ્યારે બાંગ્લાદેશને જીતવા માટે 471 રનની જરૂર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
