Team chabuk-Sports Desk: બિગ બેશ લીગની 2022-23 સીઝનમાં એક એવી મેચ જોવા મળી જેણે T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. આ લીગમાં T20ના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર સિડની થંડર અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો. બંને વચ્ચે રમાયેલી મેચમાં સિડની થંડર રનનો પીછો કરતા માત્ર 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાલો જાણીએ T20 ક્રિકેટના ઈતિહાસમાં બનેલા પાંચ સૌથી ઓછા ટોટલ.
1 થાઈલેન્ડ વિ મલેશિયા (2022)
આ જ વર્ષે, થાઇલેન્ડ અને મલેશિયા વચ્ચે રમાયેલી T20 મેચમાં રેકોર્ડ ટોટલમાંથી એક થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ 13.1 ઓવરમાં 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
2 તુર્કી વિ લક્ઝમબર્ગ (2019)
2019માં તુર્કી અને લક્ઝમબર્ગ વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી તુર્કીની ટીમ માત્ર 28 રનમાં સમેટાઈ ગઈ હતી. લક્ઝમબર્ગે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
3 લેસોથો વિ યુગાન્ડા (2021)
લેસોથો અને યુગાન્ડા વચ્ચે રમાયેલી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લેસોથોની ટીમ 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં યુગાન્ડાએ 10 વિકેટે જીત મેળવી હતી.
4 તુર્કી વિ ચેક રિપબ્લિક (2019)
2019 માં, તુર્કી અને ચેક રિપબ્લિક વચ્ચે રમાયેલી T20 મેચમાં, 278 રનનો પીછો કરતી તુર્કીની ટીમ માત્ર 21 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં ચેક રિપબ્લિકનો 257 રને વિજય થયો હતો.
5 સિડની થંડર્સ વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ (2022)
બિગ બેશ લીગ (2022-23)માં સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં, 139 રનનો પીછો કરતા સિડની થંડર્સ માત્ર 15 રનમાં સમેટાઈ ગઈ હતી. આ T20ના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બન્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
