Team Chabuk-Sports Desk: ICCએ વર્ષ 2022ના ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ કર્યો છે. આ સિવાય વધુ બે ભારતીય ખેલાડીઓ એવોર્ડની રેસમાં છે.
અર્શદીપ સિંહને માર્કો જાનસેન, ફિન એલન અને ઇબ્રાહિમ ઝદરાન સાથે ICC ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરાયો છે. ICCએ કહ્યું કે આ એવોર્ડ્સ માટે મતદાન જાન્યુઆરીમાં શરૂ થશે. અર્શદીપને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યાના છ મહિનાથી ઓછા સમયમાં આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
અર્સદીપ સિંહે 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 18.12ની સરેરાશથી 33 વિકેટ લીધી છે. અર્શદીપ નવા અને જૂના બંને બોલથી વિકેટ લેવામાં સફળ રહ્યો છે. IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ અર્શદીપે પણ ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે.
અર્શદીપે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે હાઈ પ્રેશર T20 વર્લ્ડ કપ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટૂંકા ગાળામાં કેટલાક યાદગાર પ્રદર્શન કર્યા છે. અર્શદીપે પાકિસ્તાનના બંને ઓપનર કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને પવેલિયન ભેગા કર્યા હતા.
ICCએ મહિલા વર્ગમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓને પણ નોમિનેટ કર્યા છે. આમાં બે ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ સાથે યાસ્તિકા ભાટિયાનું નામ છે. તેઓ ઓસ્ટ્રેલિયાની ડાર્સી બ્રાઉન અને ઈંગ્લેન્ડની એલિસ કેપ્સી સામે ટકરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત