HomeસિનેમાવાદRiya Kumari: જાણીતી અભિનેત્રીની ગોળી મારીને હત્યા, પતિએ જ ષડયંત્ર રચ્યું હોવાનો...

Riya Kumari: જાણીતી અભિનેત્રીની ગોળી મારીને હત્યા, પતિએ જ ષડયંત્ર રચ્યું હોવાનો થયો ખુલાસો

Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી રિયા કુમારીની (Riya Kumari) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. લૂંટમાં નિષ્ફળ થયેલા શખ્સોએ રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરી હતી. જો કે આ મામલે પોલીસે રિયા કુમારીના પતિ પ્રકાશ સિંહની ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિયા કુમારીની હત્યા માટે તેના જ પતિ પ્રકાશ સિંહે આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.

પશ્ચિમ બંગાળના હાવડામાં ગઈકાલે બુધવારે ઝારખંડની જાણીતી અભિનેત્રી રિયા કુમારી સાથે લૂંટનો પ્રયાસ થયો હતો. જો કે લૂંટમાં નિષ્ફળ થયેલા શખ્સોએ રિયા કુમારીને ગોળી મારી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં જાણવા મળેલી હકીકતોના આધારે પોલીસે રિયા કુમારીના પતિ પ્રકાશ સિંહની ધરપકડ કરી લીધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રકાશ સિંહે જ પત્ની રિયા કુમારીને લૂંટવા માટેનું ષડયંત્ર રચ્યું હતું અને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્રકાશ સિંહે પહેલાં પોલીસને ખોટી કહાની જણાવી હતી. હાવડા ગ્રામીણ પોલીસ અધિક્ષક સ્વાતિ ભાંગલિયાએ જણાવ્યું કે, આ મામલે રિયાના પતિ પ્રકાશ સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પ્રકાશ રિયા કુમારી સાથે ખરાબ વર્તન કરતો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે કે, પ્રકાશ સિંહ રિયાને હેરાન કરતો હતો. પોતાની દીકરી પર પણ ઘણી વખત પ્રકાશ સિંહે હાથ ઉઠાવ્યો હોવાનો અને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે.

બુધવારે હાવડા જિલ્લાના બગનાનમાં મહિષરેખા બ્રિજ પાસે ગોળી મારીને રિયા કુમારીની હત્યા કરાઈ હતી. ઘટના બાદ પતિ પ્રકાશ સિંહે પોલીસને જાણકારી આપતાં કહ્યું હતું કે, તે કારમાં પત્ની રિયા અને 2 વર્ષની દીકરી સાથે કોલકાતા જઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શખ્સોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો અને મને બચાવવા માટે રિયાએ પોતાનો જીવ ગુમાવ્યો.. જો કે બાદમાં પ્રકાશ સિંહે જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments