Homeગુર્જર નગરીHeeraba Passaway: 100મા જન્મદિવસે હીરાબાએ નરેન્દ્ર મોદીને શું કહ્યું હતું ? વડાપ્રધાને...

Heeraba Passaway: 100મા જન્મદિવસે હીરાબાએ નરેન્દ્ર મોદીને શું કહ્યું હતું ? વડાપ્રધાને કહી આ વાત

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ (Heeraba) 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. હીરાબાના નિધનથી નરેન્દ્ર મોદી સહિત તમામ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નરેન્દ્ર મોદી માતા હીરાબાથી ખૂબ જ નજીક હતા. તેઓ જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે માતાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જ્યારે પણ સમય મળે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા સાથે સમય વિતાવતા હતા. આ વર્ષે જ હીરાબાનો 100મો જન્મદિવસ ઉજવાયો હતો. ત્યારે માતા હીરાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વાત કહી હતી જે વાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવી છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, હું જ્યારે તેઓના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેઓએ એક વાત કહી હતી. જે હંમેશા યાદ રહે છે. માતાએ કહ્યું હતું કે, કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાની આ વાત હંમેશા યાદ કરશે. વડાપ્રધાને જણાવ્યું કે માતા હીરાબાની આ વાત હંમેશા મને યાદ રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments