Homeદે ઘુમા કેક્યારે અને કેવી રીતે અકસ્માતનો ભોગ બની પંતની કાર ? એકલો ક્યાં...

ક્યારે અને કેવી રીતે અકસ્માતનો ભોગ બની પંતની કાર ? એકલો ક્યાં જઈ રહ્યો હતો પંત ?

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે, પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈને સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ. ડોક્ટર્સના કહેવા મુજબ પંતને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે.

મળતી માહિતી મુજબ પંત નવી દિલ્લીથી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે સવારે સવા પાંચ વાગ્યે નારસન બોર્ડર પર કાર રેલિંગ સાથે ટકરાઈ ગઈ. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ. સદનસીબે રાહદારીઓએ કારનો કાંચ તોડી પંતને સમયસર કારની બહાર કાઢી લીધો. જેના કારણે પંતનો જીવ બચી ગયો. અકસ્માત વખતે કારમાં પંત એકલો જ હતો.

ઈજાગ્રસ્ત પંતને ત્યારબાદ તાત્કાલિક રુડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવાયો. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, ક્રિકેટરના શરીર પર વધુ ઈજાઓ નથી પહોંચી પરંતુ એક પગમાં ફ્રેક્ચરની સંભાવના છે. પંતને વધુ સારવાર માટે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

vinayak

દાવો છે કે, કાર ચલાવતી વખતે પંતને ઝોકુ આવું ગયું અને સેકંડમાં જ કાર અનિયંત્રિત થઈ ગયા બાદ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ અકસ્માત અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે. સાથે જ પંતની સારવાર માટે તમામ સંભવ વ્યવસ્થા માટે સૂચના આપી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, પંતની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. જો એયર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments