Homeદે ઘુમા કેRishabh pant Video : 2022માં પંતે બોલર્સના છોડાવ્યા છગ્ગા ! ...

Rishabh pant Video : 2022માં પંતે બોલર્સના છોડાવ્યા છગ્ગા ! જુઓ પંતે 2022માં ફટકારેલા અદભૂત શોટ્સ

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારણે અક્સમાત નડ્યો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પંત સારવાર હેઠળ છે. ક્રિકેટપ્રેમીઓ અને પંતના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે, પંત જલદી સાજો થઈ જાય અને ગ્રાઉન્ડ પર પરત ફરે. મહત્વનું છે કે, આગામી સમયમાં આઈપીએલ શરૂ થવાની છે. તે પહેલાં પંત ઈજાગ્રસ્ત થતાં દિલ્લીની ટીમની મુશ્કેલી વધી છે. પંત દિલ્લીની ટીમનો કેપ્ટન છે. જો કે, આશા છે કે, પંત IPL પહેલાં સ્વસ્થ થઈ જશે.

ઋષભ પંતને આક્રમક પ્લેયર માનવામાં આવે છે. મેદાન પર તેનો આક્રમક અંદાજ બોલર્સના પશીના છોડાવવા માટે પુરતો છે. જો પંતના સ્લોટમાં બોલ પડે તો તે બાઉન્ડ્રી બહાર જવાનું નક્કી છે.

પંતની વર્ષ 2022નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પંતે 2022માં ફટકારેલી સિક્સ છે. આઈપીએલ, ટેસ્ટ, વન ડે ક્રિકેટમાં પંતનું આક્રમક રૂપ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વિવિધ ટીમના બોલર્સના બોલ પંત બાઉન્ડ્રી બહાર પહોંચાડી રહ્યો છે.

vinayak

પંતની ઈન્ટરનેશનલ કારકિર્દી

પંતે 33 ટેસ્ટ મેચ રમી જેમાં 5 શતક સાથે કુલ 2,271 રન ફટકાર્યા.
પંતે 30 વન ડે મેચ રમી જેમાં 1 શતકની મદદથી કુલ 865 રન બનાવ્યા
પંતે 66 ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમી જેમાં 3 ફિફ્ટી સાથે 987 રન બનાવ્યા.

તાજેતરમાં જ પંતે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમી હતી. 22 તારીખે ઢાકામાં તેણે પહેલી ઈનિંગમાં 93 રન અને બીજી ઈનિંગમાં 9 રનનું યોગદાન આપ્યું હતું. હવે પંતને આઈપીએલ માટે રમવાનું છે. આઈપીએલમાં તે દિલ્લીની કમાન સંભાળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments