Homeદે ઘુમા કેફૂટબોલના જાદુગર પેલેના નિધન પર ભારતીય ક્રિકેટર્સે વ્યક્ત કર્યું દુઃખ, સૂર્યાનું દિલ...

ફૂટબોલના જાદુગર પેલેના નિધન પર ભારતીય ક્રિકેટર્સે વ્યક્ત કર્યું દુઃખ, સૂર્યાનું દિલ તૂટ્યુ !

Team Chabuk-Sports Desk: મહાન ફૂટબોલર પેલેએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 82 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. 3 વર્લ્ડકપ જીતનારા દુનિયાના પહેલા ફૂટબોલર પેલે દુનિયાને રડાવી ગયા છે. ભારતમાં પણ પેલેના ફેન્સની સંખ્યા ઓછી નથી. તેમના નિધનથી ભારતીય ક્રિકેટરો પણ દુઃખી છે. તેમના નિધનથી ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનું દિલ તુટી ગયું છે. વિરેન્દ્ર સહેવાગ, કુલદીપ યાદવ, મયંક અગ્રવાલ સહિત કેટલાય ભારતીય ક્રિકેટર્સે સદીના મહાન ફૂટબોલરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

vinayak

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, “બહુ મોટી ખોટ. ન માત્ર ફૂટબોલમાં પરંતુ વિશ્વના તમામ રમતજગતમાં. તેમના જેવું બીજુ કોઈ નહીં થઈ શકે. તમારો વારસો હંમેશા માટે જીવંત રહેશે. Rest in Peace Pele!”

સૂર્યાએ તૂટેલા દિલનું ઈમોજી મુકીને લખ્યું છે કે, “આપને યાદ કરવામાં આવશે કિંગ. તમે એક પ્રેરણા છો, એક આઈકોન છો. એક લેજંડ છો. આપનો વારસો હંમેશા યાદ રહશે.”

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પેલેને વિદાય અર્પણ કરતા કહ્યું કે, “મેદાન પર એક જાદુગર અને પ્લેનેટની શોભા વધારનારા સૌથી મહાન ખેલાડીઓમાંથી એક. દુનિયાભરમાં તેમના ચાહનારા અને પરિવાર પ્રત્યે સંવેદના.”

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવે કહ્યું, “અંતહીન પ્રાર્થના, પ્રેમ અને સન્માન લેજંડ. RIP કિંગ.”

આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે પણ પેલેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. CSKએ લખ્યું કે, “આપ હંમેશા દિલની નજીક રહેશો.”

16 વર્ષે નેશનલ ટીમમાં સમાવેશ

ફુટબોલ ખેલાડી પેલેની કેરિયર ખૂબ જ નાની ઉંમરે શરૂ થઈ ગઈ હતી. પેલેએ 15 વર્ષની ઉંમરમાં સાંતોસ તરફથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. અને 16 વર્ષની ઉંમરમાં તેઓ બ્રાઝિલની નેશનલ ટીમમાં સામેલ થઈ ગયા હતા. તેઓ ત્રણ વખત ફુટબોલ વિશ્વકપ જીતનારી ટીમમાં સામેલ રહેનારા એકમાત્ર ખેલાડી છે. તેઓએ તેમની કેરિયર દરમિયાન 1279 ગોલ કર્યા. 6 બ્રાઝિલિયન લિગ ટાઈટલ જીતનારી ટીમમાં રહ્યા. ફીફા પ્લેયર ઓફ ધ સેન્ચુરીનો પુરસ્કાર પણ જીત્યો. બે વખત કોપા લિબર્ટાડોરેસ પુરસ્કાર જીત્યો.

vinayak

પેલેનું સાચું નામ એડસન અરાંતેસ ડો નૈસિમેન્ટો હતું. પરંતુ તેઓ પેલેના નામથી જાણીતા હતા. તેઓનો જન્મ 23 ઓક્ટોબર 1940ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાકોએસમાં થયો હતો. ફીફા દ્વારા તેઓને ધ ગ્રેટેસ્ટનું ટાઈટલ પણ મળ્યું હતું. પેલેએ ત્રણ વખત લગ્ન કર્યા. જેનાથી તેઓને સાત બાળકો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments