Team Chabuk-Sports Desk: રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટી-20માં સૂર્યકુમાર યાદવનું તોફાન જોવા મળ્યું હતું. સૂર્યકુમારે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 9 છગ્ગા નીકળ્યા હતા. સૂર્યાની તોફાની ઇનિંગ્સની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. સૂર્યા ઉપરાંત શુભમન ગીલે 46 અને અક્ષર પટેલે માત્ર 9 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર ઈશાન કિશન 1 રને મદુશંકાની બોલિંગમાં આઉટ થયો હતો. આ પછી ગિલ અને રાહુલ ત્રિપાઠી શાનદાર બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને 50+ પહોંચાડ્યો હતો. ત્યારે જ રાહુલ ત્રિપાઠી 16 બોલમાં 35 રન ફટકારીને ચમિકા કરુણારત્નેની બોલિંગમાં આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર પાવરપ્લેના અંતે 2 વિકેટે 53 રન હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ / હર્ષલ પટેલ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડી સિલ્વા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
