Homeગામનાં ચોરેફ્લાઈટમાં 70 વર્ષના વૃદ્ધા પર પેશાબ કરનારો આરોપી 42 દિવસ બાદ ઝડપાયો,...

ફ્લાઈટમાં 70 વર્ષના વૃદ્ધા પર પેશાબ કરનારો આરોપી 42 દિવસ બાદ ઝડપાયો, આ શહેરમાંથી ઝડપાયો

Team Chabuk-National Desk: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધા પર પેશાબ કરનારા આરોપી શંકર મિશ્રાને બેંગાલુરૂથી ઝડપી લેવાયો છે. 42 દિવસ બાદ આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે. ટ્રાવેલ હિસ્ટ્રી, લાસ્ટ લોકેશન અને ટેક્સી ડ્રાઈવરની પૂછપરછ બાદ આખરે આરોપી ઝડપાયો છે. આરોપીને પકડવા માટે દિલ્હી પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી. મહારાષ્ટ્રમાં અહીં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને મુંબઈથી ગુપ્ત માહિતી મળી હતી કે શંકર મિશ્રા બેંગ્લોરમાં જ છે. જે બાદ ટીમો અહીં પહોંચી હતી.

આરોપી શંકર મિશ્રાને વેલ્સ ફાર્ગો કંપનીએ એક દિવસ અગાઉ જ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. શંકર મિશ્રા ભારતમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હતો. મળતી માહિતી મુજબ, જે જગ્યાએથી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે, ત્યાં આરોપી આ પહેલા પણ ઘણી વખત રોકાયો હતો. આથી દિલ્હી પોલીસ આખી રાત શંકર મિશ્રાનો પીછો કરીને તે જ જગ્યાએ પહોંચી અને પછી તેને પકડી લીધો. આરોપી શંકરને ચિનપ્પા હોમ સ્ટેમાં રાખવામાં આવ્યા હતા.

vinayak

આરોપી ફરાર હોવાથી પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. મહત્વનું છે કે, 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ સમયે નશામા ધૂત આરોપીએ પ્લેનના બિઝનેસ ક્લાસમાં 70 વર્ષના વૃદ્ધા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 294, 509, 510 હેઠળ કેસ નોંધ્યો છે.

ગયા અઠવાડિયે આ ઘટના સામે આવી હતી જે બાદથી શંકર મિશ્રા ફરાર હતો. દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો અને તેની શોધમાં ટીમો મુંબઈ પહોંચી હતી. મહારાષ્ટ્રમાં શંકર મિશ્રાની શોધ ચાલી રહી હતી. પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. શંકરના ઘર, સંબંધીઓ, મિત્રો અને પરિચિતો પર સર્ચ કરવામાં આવ્યું હતું. તેને કંઈ ખબર ન હતી. તે શનિવારે સવારે બેંગલુરુમાં ઝડપાયો હતો.

આ પહેલા શુક્રવારે શંકર મિશ્રાના પિતા શ્યામ મિશ્રા મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમના પુત્રનો બચાવ કર્યો હતો. શંકરના વકીલ ઈશાની શર્માએ પણ આ મામલે કહ્યું હતું કે આ ઘટનાનો કોઈ સાક્ષી નથી. તેના પિતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેમના પુત્રને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments