Homeદે ઘુમા કેIND vs SL: સૂર્યકુમાર યાદવે એક જ મેચમાં બનાવ્યા આ ત્રણ રેકોર્ડ,...

IND vs SL: સૂર્યકુમાર યાદવે એક જ મેચમાં બનાવ્યા આ ત્રણ રેકોર્ડ, યાદ રહેશે સૂર્યાની આ ઈનિંગ

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમે શ્રીલંકાને ત્રીજી ટી-20 મેચમાં 91 રનથી હરાવી મેચ અને સિરીઝ બંને પર કબજો મેળવ્યો. સૂર્યકુમાર યાદવની સદીની મદદથી ભારતીય ટીમે 228 રન ખડક્યા હતા. જેનો પીછો કરતા શ્રીલંકાની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી હતી.

રાજકોટમાં રમાયેલી આ મેચ છેલ્લે સુધી રોમાંચક સ્થિતિમાં જોવા મળી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી એક પણ સિરીઝમાં હાર મેળવી નથી. શ્રીલંકા સામે ઘણા ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે પાંચ વિકેટે 228 રન બનાવ્યા હતા. તેની સામે શ્રીલંકન ટીમ ફક્ત 137 રન જ બનાવી શકી હતી. જેથી ભારતને મોટી જીત મળી છે. આ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જબરદસ્ત બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેણે ફરી એકવાર નંબર 4 પર બેટિંગ કરીને ભારતીય ટીમને મોટી જીત અપાવી છે. આ ઉપરાંત ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકા સામે 51 બોલમાં 112 રન બનાવ્યા છે. તેણે 7 ફોર અને 9 સિક્સ ફટકારી છે. આ ઉપરાંત તેની સ્ટ્રાઇક રેટ 219.61ની રહી હતી. આ મેચમાં તેણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે.

રેકોર્ડ-1
સૂર્યકુમાર યાદવે ટી-20 ક્રિકેટમાં ટોટલ 3 સદી ફટકારી છે. ઓપનિંગ પોઝિશનથી નીચે બેટિંગ કરીને ત્રણ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. અત્યાર સુધી ગ્લેન મેક્સવેલ અને ડેવિડ મિલર આગળ હતા. સૂર્યાની આ મોટી સિદ્ધિ છે.

રેકોર્ડ-2
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે. સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાં રોહિત શર્માએ 35 બોલમાં સદી ફટકારી હતી.

રેકોર્ડ-3
સૂર્યકુમાર યાદવે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન પુરા કરી લીધા છે. તેણે માત્ર 843 બોલમાં 1500 રન બનાવ્યા છે. ભારત માટે તેણે અત્યારે સુધી 45 મેચોમાં 1578 રન બનાવ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments