Homeગામનાં ચોરેજાવેદ અખ્તરે પાકિસ્તાનને તેના જ ઘરમાં આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયામાં VIDEO...

જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેના જ ઘરમાં આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

Team Chabuk-National Desk: જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર હાલમાં જ ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા, જેને અલ્હામરા આર્ટસ કાઉન્સિંલે આયોજન કર્યું હતું અને તેનું સમાપન રવિવારે થયું હતું. વાયરલ વીડિયોમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવા વિશે વાતચીત કરતા સાંભળી શકાય છે અને તેઓ ત્યાં હાજર લોકોને જણાવી રહ્યા છે કે ‘હિંદુસ્તાનીઓના દિલમાં નારાજગી છે…’

જાવેદ અખ્તરે કહ્યું, આપણે એકબીજા પર આરોપ ન લગાવવા જોઈએ. તેનાથી કંઈ મળવાનું નથી..માહોલ તણાવપૂર્ણ છે, તેને યોગ્ય કરવો જોઈએ. અમે મુંબઈના લોકો છીએ અને અમે અમારા શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવરો નોર્વે અથવા મિસ્ત્રથી નહોતા આવ્યા… અને તે જ લોકો તમારા દેશમાં હાલમાં પણ ફરી રહ્યા છે. આ ફરિયાદ હિંદુસ્તાનીના દિલમાં છે, તો તમારી ખોટુ ન લગાડવું જોઈએ.

જાવેદ અખ્તરે એ પણ કહ્યું કે હિન્દુસ્તાની કલાકારોને પાકિસ્તાનમાં એ પ્રકારનું સન્માન આપવામાં નથી આવ્યું, જે રીતે ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે.

હોલમાં પડી રહેલી તાળીઓ વચ્ચે જાવેદ અખ્તર કહે છે, ‘જ્યારે ફૈઝ સાહેબ આવ્યા હતા, તેમનું સ્વાગત મોટી હસ્તીની જેમ કરાયું હતું. તમામ જગ્યાએ તેમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા કાર્યક્રમો કરાવ્યા પરંતુ તમે (પાકિસ્તાને) ક્યારેય લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ નથી કરાવ્યો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments