Homeદે ઘુમા કેVIDEO: આ કેચ માટે બેન કટિંગને મળ્યો 'બેસ્ટ કેચ ઓફ ધ સીઝન'નો...

VIDEO: આ કેચ માટે બેન કટિંગને મળ્યો ‘બેસ્ટ કેચ ઓફ ધ સીઝન’નો એવોર્ડ

Team Chabuk-Sports Desk: BBLની આ સિઝન માટે સિડની થંડર ખેલાડી બેન કટિંગને ‘બેસ્ટ કેચ ઑફ ધ સિઝન’નો એવોર્ડ મળ્યો હતો. સિડની થંડર વિરુદ્ધ સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી ટૂર્નામેન્ટની 34મી મેચમાં બેન કટિંગે જેમ્સ વિન્સનો શાનદાર કેચ લીધો હતો. ટૂર્નામેન્ટની આ મેચમાં બેન કટિંગે થર્ડ મેન પર આ કેચ લીધો હતો. તેણે આ કેચ પકડવા માટે જે પ્રયાસ કર્યો તે ખરેખર પ્રશંસનીય હતો. આ કેચને BBL સિઝન 2022-23નો સર્વશ્રેષ્ઠ કેચ જાહેર કરવામાં આવ્યો હતો. બિગ બૅશ લીગે કૅપ્શન સાથે સોશિયલ મીડિયા પર કૅચનો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિડની સિક્સર્સનો બેટ્સમેન જેમ્સ વિન્સ બહાર આવ્યો અને શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી દૂર હોવાને કારણે બેટ બહારની કિનારી પર લાગી થર્ડ મેનની દિશામાં ગયો. ત્યાં હાજર બેન કટિંગે હવામાં શાનદાર છલાંગ લગાવીને આ કેચ લીધો હતો. વિડીયોમાં આ કેચ અલગ-અલગ એંગલથી બતાવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગ હવે કુલ 4 ODI અને 7 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. વનડેમાં તેણે બોલિંગમાં 5 વિકેટ લીધી છે અને બેટિંગમાં 53 રન બનાવ્યા છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં બોલિંગ કરતી વખતે તેણે 3 વિકેટ લીધી છે અને બેટિંગમાં 40 રન બનાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments