Team Chabuk-Gujarat Desk: યુએસનો બે ભાઈઓનો એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતાના મોટાભાઈને બચાવવા નાના ભાઈને બોન સ્ટેમ સેલ દાન કર્યું. બંને ભાઈઓ, પ્રેસ્ટન અને કેમેરોન પિપકિન્સ વચ્ચે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પહેલાં વાતચીત કરી હતી. બંને વચ્ચે થયેલી હૃદયસ્પર્શી વાતચીતની વીડિયો ક્લીપ હવે વાયરલ થઈ રહી છે.
પ્રેસ્ટન જે માઇલોઇડ લ્યુકેમિયાથી પીડિત છે, તેણે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પર તેના ભાઈ (કેમરન) પાસેથી સ્ટેમ સેલ (બોન મેરો) મેળવ્યા હતા. પ્રેસ્ટનને તેની માતા દ્વારા ER માં લઈ જવામાં આવી હતી જ્યાં તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારબાદ તેની સારવાર શરૂ થઈ હતી.
ડૉક્ટરના કહેવા પ્રમાણે, બાળકને જીવિત રાખવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. દાતાની શોધ શરૂ થઈ. પરંતુ ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટર ડલ્લાસની રજિસ્ટ્રીમાં ડૉક્ટર મળી શક્યા ન હતા. આખરે ભાઈએ બોન મેરો આપવાનું નક્કી કર્યું.
કેમેરોન તેના સ્ટેમ સેલનું દાન કરે તે પહેલા પ્રેસ્ટને હોસ્પિટલમાં 100 દિવસ વિતાવ્યા હતા અને તે સારવાર હેઠળ હતો. વાયરલ થઈ રહેલી બંને ભાઈઓ વચ્ચેની વાતચીતના વીડિયોમાં પ્રેસ્ટન તેના નાના ભાઈને તેના જીવનનો સુપરહીરો ગણાવે છે.
નાનો કેમેરોન તેના મોટા ભાઈની બાજુમાં બેઠો છે. તે કહે છે કે, મને એક ઈન્જેક્શન માર્યું છે તેનો અર્થ એ નથી કે મે તને બચાવ્યો છે. બીજી તરફ પ્રેસ્ટન કહે છે.. હા તારુ યોગદાન મહત્વનું છે. તારા શરીરમાંથી બોન મેરો મને મળ્યા છે. કારણ કે મારા બોન મેરો ખરાબ થઈ ગયા છે. તેમા કેંસર છે. છેને ?
પરંતુ તારી પાસે છે. તારે મને સમગ્ર બોન મેરો આપવાની જરૂર નથી, ફક્ત થોડીક જરૂર છે. તે મને બચાવ્યો. ત્યારબાદ મોટો ભાઈ નાના ભાઈના માથા પર હાથ ફેરવે છે અને તેને સુપર હીરો ગણાવે છે.
બંને ભાઈઓની હૃદયસ્પર્શી વાતચીત પર ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ્સનો વરસાદ થયો. એક યુઝરે લખ્યું કે, , ‘ચોક્કસપણે વાસ્તવિક જીવનનો સુપરહીરો. ભગવાન બંનેને આશીર્વાદ આપે.’
અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, ‘ભગવાન આ છોકરાઓને આશીર્વાદ આપે, ઉપચાર કરે અને લાંબુ આયુષ્ય આપે! તે ખૂબ જ સુંદર છે.’
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શું હોય છે ?
બ્લડ કેન્સરમાં કીમો થેરાપી સાથે આ સારવાર આપવામાં આવે છે. કેન્સરગ્રસ્ત કોષને કીમોથેરાપીથી મારી ત્યાં નવા કોષ ઉમેરવામાં આવે છે. જે નવા સેલ બનાવે છે. આ પ્રક્રિયાને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહે છે. આ પ્રક્રિયા માત્ર લોહીના આદાન પ્રદાનથી થાય છે.શરીરમાં સાડા ચાર કરોડ લાલ અને શ્વેત કોશિકા હોય છે. જેમાંથી દાતાએ 1 લાખ કોશિકા આપવાની હોય છે. દાતા જે કોશિકા આપે છે તે ફરી 10 જ મિનિટમાં બની જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
