Team Chabuk-National Desk: ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાતનો સમય હોવાથી લોકો સુવાની તૈયારી કરી રહ્યાં હતા અથવા સુતા હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો. આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
#WATCH | Uttar Pradesh: People rush out of their houses to open spaces as several parts of north India experience strong tremors of earthquake.
— ANI (@ANI) March 21, 2023
Visuals from Golf City, Noida. pic.twitter.com/Y5GmK1Ck2S
લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે તેઓએ લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.
#WATCH | Uttar Pradesh: People rush out of their houses in Vasundhara, Ghaziabad as strong earthquake tremors felt in several parts of north India. pic.twitter.com/wg4MWB0QdX
— ANI (@ANI) March 21, 2023
ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં હતું. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને બગીચા અને ખુલ્લી જગ્યા હોય એ તરફ દોડવા લાગ્યા હતા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા તેમણે ચોક્કસથી આ જોરદાર ઝટકાને અનુભવ્યો હશે. હાલ લોકો ગભરાટમાં છે. જો કે દિલ્હી, ઈસ્લામાબાદ અને કાબુલમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
તાજેતાજો ઘાણવો