Homeદે ઘુમા કેકરો યા મરો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ વન ડે, આવી હશે...

કરો યા મરો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ વન ડે, આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન

Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઇમાં ત્રીજી વનડે મેચ રમાવાની છે. ત્રણ મેચોની સિરીઝની આજે છેલ્લી મેચ છે. છેલ્લી મેચમાં બંને ટીમ માટે કરો યા મરોની સ્થિતી છે. બંને ટીમો છેલ્લા 2 દિવસથી સતત મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. ત્રીજી મેચ જીતીને બંને ટીમો દ્વારા સિરીઝ જીતવા પ્રયાસ કરશે.
પ્રથમ બંને મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની સ્થિતિ ઘણી નબળી જોવા મળી હતી. ભારતીય ટીમના બેટ્સમેનો અને બોલરો બંને નિષ્ફળ સાબિત થયા હતા. આવા કારણોસર હવે ત્રીજી મેચ જીતવા માટે રોહિત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે.

ત્રીજી મેચમાં રોહિત શર્મા અગાઉ ફ્લોપ સાબિત થયેલ બે ખેલાડીઓને બહાર બેસાડી શકે છે. આ છેલ્લા ઘણા સમયથી તેને સતત તક આપવામાં આવી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે. જેથી અન્ય ખેલાડીઓને સ્થાને ઈનફોર્મ ખેલાડીને સ્થાન મળી શકે છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પ્રથમ બંને મેચોમાં ખાતું પણ ખોલાવી શક્યો નથી. આ પહેલા પણ તે વનડે ફોર્મેટમાં તે આઉટ ફોર્મ રહ્યો હતો. આવા કારણોસર હવે તેને બહાર કરવામાં આવી શકે છે. સૂર્યાના સ્થાને ઇશાન કિશનને નંબર 4 પર બેટિંગ કરવાની તક મળી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને પણ બહાર કરવામાં આવી શકે છે. તેના પર બોલિંગની ઘણી જવાબદારી રહેલી હતી પરંતુ તે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. આ પહેલા ટેસ્ટ સિરીઝમાં પણ તે ફક્ત 3 જ વિકેટ લઇ શક્યો હતો. તે બેટિંગમાં સફળ રહે છે પરંતુ બોલિંગમાં ઝીરો સાબિત થયો છે. આવા કારણોસર તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.

ટીમમાં બે મોટા ફેરફાર સાથે રોહિત શર્મા ત્રીજી મેચમાં મેદાને ઉતરી શકે છે. મહત્વનું છે કે, આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી થઈ શકે છે. આ સિરીઝ આજે પૂર્ણ થવાની છે. ત્યારબાદ 31 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થશે. ફરી એક વખત વિદેશી ખેલાડીઓ ભારતની ધરતી પર રમતા જોવા મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments