Homeદે ઘુમા કેIPL 2023: ધોની….ધોની.. ! માહીને પ્રેક્ટિસ કરતો જોવા આવ્યા હજારો લોકો, વીડિયો...

IPL 2023: ધોની….ધોની.. ! માહીને પ્રેક્ટિસ કરતો જોવા આવ્યા હજારો લોકો, વીડિયો વાયરલ

Team Chabuk-Sports Desk: ઈન્ડિયન પ્રીમિયર લીગની 10 ટીમોમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ક્રેઝ છે. મહેન્દ્ર સિંહ ધોનીના કારણે આ ટીમનો ચાહકો સાથેનો અનોખો સંબંધ છે.

41 વર્ષીય ધોની, જેણે ટીમને ચાર વાર વિજેતા બનાવી છે જ્યારે નવ વખત ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો છે. ધોનીની માત્ર હાજરીથી વિરોધીઓને જીત અઘરી લાગે છે .પ્રોફેશનલ ક્રિકેટર તરીકે આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે અને તે તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી. તેથી જ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ ધોની અને CSKના ચાહકો તેમની થાલા પ્રેક્ટિસ જોવા માટે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

આઈપીએલ હવે ‘હોમ એન્ડ અવે’ ફોર્મેટમાં પાછી આવી છે અને ચેન્નાઈને તેના ગઢ ચેપોકમાં સાત મેચ રમવાની છે. ગત સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલી ચેન્નાઈની ટીમ રવિન્દ્ર જાડેજાને સુકાની પદ સોંપવામાં આવી હતી. પરંતુ બાદમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આઈપીએલમાં ચેન્નાઈને હળવાશથી લેવી સામેની ટીમ માટે મોટી ભૂલ હશે. કારણ કે, ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ હવે આ ટીમમાં છે ઉપરથી કેપ્ટન કૂલની આ છેલ્લી IPL હોઈ શકે છે. એટલે કે, માહી IPLમાંથી વિદાય લેતા લેતા ફેન્સને ફાઈનલની જીત ગિફ્ટ આપી શકે છે.

તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કરાયો છે. વીડિયોમાં ધોની બેટ લઈને ક્રિઝ તરફ જઈ રહ્યો છે. માહીને જોતા જ સ્ટેડિયમ ધોની ધોનીના નામથી ગુંજી ઉઠ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments