Team Chabuk-Entertainmaent Desk: ભોજપુરી અને ટીવી ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ (Shweta Tiwari) હવે વેબ સિરીઝમાં પણ પોતાનો દબદબો બનાવી લીધો છે. 42 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને સુંદરતાને લીધે ફેન્સના દિલોમાં રાજ કરે છે. આ દરમિયાન, તેણે ફરી એકવાર તેના સ્ટનિંગ લુક્સથી ફેન્સને ઉડાવી દીધા છે.
ઇન્સ્ટાગ્રામમાં 43 લાખ લોકો શ્વેતા તિવારીને ફોલો કરે છે. આમ, શ્વેતા અવાર-નવાર એની ખૂબસુરત અદાઓથી ફેન્સનું દિલ જીતી લે છે. શ્વેતા લેટેસ્ટ તસવીરો શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

શ્વેતા તિવારીએ તાજેતરમાં જ હોલોગ્રાફિક સાડીમાં તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. મેચિંગ કલરના એમ્બ્રોઇડરી બ્લાઉઝમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

લેટેસ્ટ ફોટોશૂટમાં પણ શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને સાડી સાથે મેચિંગ નેકપીસ પહેર્યો હતો. તેણીનો મેકઅપ બ્લશ ટોનમાં કરવામાં આવ્યો હતો જે તેના લુકને ઇમ્પ્રેસિવ બનાવી રહ્યો છે.

શ્વેતાની કોઈપણ તસવીર જોઈને વિશ્વાસ નથી થતો કે તે 2 બાળકોની માતા પણ છે, જેની 22 વર્ષની દીકરી પલક તિવારી છે, જેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવ્યા છે. એક 6 વર્ષનો દીકરો છે, રેયાંસ કોહલી, જે તેના બીજા પતિની સંતાન છે.
(તસવીરો શ્વેતા તિવારીના ઈન્સ્ટાગ્રામ પરથી લેવાઈ છે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
