Homeદે ઘુમા કેસચિને દીકરા માટે કહી આ મોટી વાત ! મોડી રાત્રે કરી ઈન્સ્ટાગ્રામ...

સચિને દીકરા માટે કહી આ મોટી વાત ! મોડી રાત્રે કરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

Team Chabuk-Sports Desk: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રને હરાવ્યું. 193 રનનો પીછો કરતી હૈદરાબાદની ટીમ 178 રન જ બનાવી શકી. ઈનિંગની છેલ્લી ઓવર સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે ફેંકી જેમાં તેણે માત્ર 5 રન જ આપ્યા. આ અંગે સચિન તેંડુલકર અને મુંબઈ ઈન્ડિયન્સે ખુશી વ્યક્ત કરી હતી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ ટીમ મેનેજમેન્ટે બીજી મેચમાં પણ તેના પર વિશ્વાસ મુક્યો હતો.

અર્જુન તેંડુલકરે પિતાની જેમ જ ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જો કે, સચિન બેટિંગમાં ઓપનિંગ કરતો હતો, જ્યારે અર્જુને મુંબઈ માટે પહેલી ઓવર ફેંકી હતી. કેપ્ટન રોહિત શર્માએ અર્જુનને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર પ્રથમ જ નહીં પણ છેલ્લી ઓવરની પણ જવાબદારી સોંપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટાર્ગેટનો પીછો કરતા માત્ર 172 રન જ બનાવી શકી હતી.

અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ માટે મુખ્ય ફાસ્ટ બોલર તરીકે રમી રહ્યો છે. પ્રથમ બે મેચમાં તેણે ટીમ માટે પ્રથમ ઓવર નાંખી હતી. આ યુવા પર વિશ્વાસ વ્યક્ત કરતા કેપ્ટન રોહિત શર્માએ તેને છેલ્લી ઓવર કરવાની જવાબદારી પણ આપી હતી. અર્જુનને હૈદરાબાદ સામે 20 રનનો બચાવ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે માત્ર 5 રન જ આપ્યા હતા. સાથે એક વિકેટ પણ લીધી હતી.

જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર પુત્ર અર્જુન તેંડુલકર વિશે એક ખાસ વાત લખી છે. તેણે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર સારું પ્રદર્શન કર્યું. કેમેરોન ગ્રીને બોલ અને બેટ બંનેથી પ્રભાવિત કર્યા. ઈશાન કિશન અને તિલક વર્માએ પણ સારી બેટિંગ કરી હતી. IPL દિનપ્રતિદિન વધુ રોમાંચક બની રહી છે. અને આખરે તેંડુલકરને IPLની એક વિકેટ મળી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments