Homeગામનાં ચોરેહાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, જાણીતી અભિનેત્રીની ધરપકડ

હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, જાણીતી અભિનેત્રીની ધરપકડ

Team Chabuk-National Desk: મુંબઈમાંથી પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ (sex racket) ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડો પાડીને એક ભોજપુરી અભિનેત્રીની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સુમન કુમારી (Suman Kumari) નામની આ ભોજપુરી અભિનેત્રી હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં વચેટિયા તરીકે કામ કરતી હતી. મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને આરે કોલોની વિસ્તારમાં આવેલી રોયલ પામ હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે સુમન કુમારી નામની ભોજપુરી અભિનેત્રી પાસે નકલી ગ્રાહકને મોકલ્યો હતો. સુમન કુમારીએ તે નકલી ગ્રાહક સાથે ડીલ કરી હતી. જેમાં તેણે દરેક મોડલ માટે 50 થી 80 હજાર રૂપિયા માંગ્યા હતા.

સુમન કુમારીએ નકલી પોલીસ ગ્રાહકને આરે કોલોની સ્થિત રોયલ પામ હોટલમાં મોકલ્યો હતો. મોડેલો અહીં પહેલેથી જ હાજર હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર પૈસા લેતા સુમન કુમારીની ધરપકડ કરી હતી. હોટલમાંથી 3 મોડલને પણ બચાવી લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુમન કુમારી એક ભોજપુરી અભિનેત્રી છે જે ગ્રાહકોને મોડલ સપ્લાય કરે છે. આ મોડલ્સ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહેલી આ મોડલ્સને પૈસાની જરૂર હતી. સુમન કુમારીએ તેનો સંપર્ક કર્યો અને તેને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યું હતું.

એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં દલાલની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સુમન કુમારીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. લૈલા મજનૂ સિવાય સુમને બાપ નંબરી બેટા દસ નંબરી જેવા ભોજપુરી કોમેડી શો પણ કર્યા છે. આ સિવાય અભિનેત્રીએ બૂમ ઓટીટી ચેનલ પર પણ કામ કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુમન કુમારી 6 વર્ષથી મુંબઈમાં રહે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments