Homeગુર્જર નગરીકથિત તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના વધુ બે દિવસની રિમાન્ડ મંજૂર

કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના વધુ બે દિવસની રિમાન્ડ મંજૂર

Team Chabuk-Gujarat Desk: ડમીકાંડ મામલે સામે આવેલા કથિત તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તોડકાંડ મામલે યુવરાજસિંહ પોલીસ કસ્ટડીમાં છે. આજે તેઓના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે યુવરાજસિંહ જાડેજાના 2 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.

તોડકાંડમાં સંડોવાયેલા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ બંને પાસેથી પોલીસ દ્વારા 10 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. જેલ હવાલે થતા પહેલા ઘનશ્યામ લાઘવાએ મોટું નિવેદન આપ્યું હતું. પૈસા લેવાના આક્ષેપ પર તેણે કહ્યું કે, અમે કોઈ વાતની પૃષ્ટિ કરતા નથી. અમને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. જ્યારે ડમીકાંડના મુખ્ય સૂત્રધાર એવા આરોપી શરદ પનોતે કહ્યું કે, અમે કોઈ વસ્તુ કરી નથી. આ રાજકીય સ્ટંટ છે.

doctor plus

નોંધનીય છે કે, ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર બે આરોપીઓના નામ ન લેવા 1 કરોડ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ દ્વારા યુવરાજસિંહને 21મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવાયા હતા. આ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments