Homeગુર્જર નગરીJEE મેઈન્સનું પરિણામ જાહેરઃ ટોપ-50માં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ

JEE મેઈન્સનું પરિણામ જાહેરઃ ટોપ-50માં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ

Team Chabuk-Gujarat Desk: એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવાતી JEE મેઈન્સનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. JEEની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ ટોપ-50માં સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ઈન્ડિયામાં ટોપ-20માં સ્થાન મેળવ્યું છે.

અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ પાંચમો અને હર્ષિલ સુથારે 17મો રેન્ક મેળવ્યો છે. તો બીજી તરફ સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે તથા સુરતના ધ્રુવ પાનસુરીયાએ 50મો રેન્ક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયામાંથી અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન્સની પરીક્ષા આપી હતી.

doctor plus

હજુ આગામી 4 જૂને JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે બંને વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો એન્જિનિયર છે જેથી ત્યાંથી જ બંનેને એન્જિનિયર બનાવાની પ્રેરણા મળી છે. બંને વિદ્યાર્થીઓએ હવે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યા છે અને સારા માર્ક્સ મેળવીને IIT બોમ્બેમાં એડમિશન લેવા ઇચ્છે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments