Team Chabuk-Sports Desk: ગુજરાત ટાઈટન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને તેના ઘરમાં સાત વિકેટે પરાજય આપી હારનો બદલો લઈ લીધો છે. કોલકત્તાને હરાવી આ જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું. ગુજરાત ટાઈન્ટસના 12 પોઈન્ટ થઈ ગયા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 3 વિકેટે 180 રન બનાવી મેચ જીતી લીધી હતી.
જો કે, હજુ જૂની હારનું દુઃખ ગુજરાત ટાઈટન્સનો બોલર યશ દયાલ ભુલી નથી શક્યો. તાજેતરમાં જ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, યશ દયાલ હાલ બીમાર છે. તેનું વજન પણ 8થી 9 કિલોગ્રામ જેટલું ઓછું થઈ ગયું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે કેકેઆર વિરુદ્ધ રમાયેલી મેચ બાદ છેલ્લા 10 દિવસથી યશ બીમાર છે. જો કે તે ખુબ મહેનત કરી રહ્યો છે. જલદી તેની વાપસી થશે. જો કે, સૂત્રોનું માનીએ તો યશ હાલ તણાવમાં છે. જેમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે. સૂત્રોનો તો એવો પણ દાવો છે કે, તે લગભગ આ સિઝન નહીં રમી શકે. જો કે, ફેન્સ યશને એક તક મળે તેવું ઈચ્છી રહ્યા છે. જેમાં તે પોતાને સાબિત કરી શકે.
9 એપ્રિલે જ એ અવિશ્વસનીય જીત કોલકાતા નાઈટ રાઈડર્સને મળી હતી. મેચમાં કોલકાતાને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. છેલ્લી ઓવરની જવાબદારી યશ દયાલને સોંપાઈ હતી. યશના પહેલા બોલ પર ઉમેશ યાદવે સિંગલ લીધો હતો. ત્યારબાદ રિંકુ સિંહે 5 છગ્ગા ફટકારી ટીમને જીત અપાવી હતી. બીજી તરફ યશ દયાલની આંખોમાં આંસુ આવી ગયા હતા. મોહમ્મદ સામી અને રાશીદ ખાને તેને આશ્વાસન આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત