Team Chabuk-Sports Desk: WWEના દિગ્ગજ રેસલર જોન સીના અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર કંઈને કઈ શેર કરતો રહે છે. પરંતુ આ વખતે તેણે કઈક એવું શેર કર્યું છે જેને જોઈને ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. આ વખતે જોન સીનાએ માહીની તસવીર શેર કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર પોતાના આઈડી પર શેર કરી છે. જેના પર ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો છે.
આજે IPL 2023માં, ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આસાનીથી બાજી મારી છે. કેપ્ટન કૂલ આ સિઝનમાં પણ પોતાની ટીમને સારી રીતે આગળ વધારી રહ્યા છે. ધોનીનો કૂલ અંદાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતો છે. એટલે જ વિદેશમાં પણ માહીના લાખો ફેન્સ છે.
WWEના દિગ્ગજ જોન સીના પણ માહીને પસંદ કરે છે. એટલે જ તેણે ધોનીની તસવીરને શેર કરી છે. જોન સીને ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં ધોનીની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ધોની કિપિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક તસવીર સિમ્પલ અને બીજી તસવીરમાં ધોનીના વિકેટ કીપિંગ ગ્લોવ્ઝ તેના ચહેરાની સામે છે. જ્હોન સીને You Can’t See meના કેપ્શન સાથે તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.
મહત્વનું છે કે, તાજેતરમાં મુંબઈ સામે રમાયેલી મેચમાં ધોનીએ બોલર સામે ઈશારો કર્યો હતો કે, તેને બોલ દેખાયો ન હતો. બોલરે એલબીડબલ્યુની અપીલ કરી હતી અને અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. આ દરમિયાન બોલરે ધોનીને ડીઆરએસ લેવો કે કેમ તે અંગે પૂછ્યું હતું. જો કે, બેટરની હલચલના કારણે ધોનીની નજરમાં બોલ આવ્યો ન હતો અને ડાયરેક્ટ બેટરના પેડ પર ટકરાયો હતો. આ સમયે તેણે મોં સામે હાથનો ઈશારો કરી બોલરને કહ્યું હતું મને બોલ નથી દેખાયો. આ ઈશારો જોન સીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત