Team Chabuk-National Desk: કેરલના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પાપ્ત માહિતી મુજબ કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થઈ ગયો છે.
કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પુરાપુઝા નદી પર થુવલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. પ્રવાસી બોટમાં ઘણા બાળકો સવાર હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ કેરળ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે તેમજ વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યું થયેલ લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા