Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર ટ્રકને અકસ્માત નડ્યો. જેમાં જૂનાગઢ રહેતા ચાલકનું કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે ક્લિનરને ગંભીર ઈજા પહોંચી છે. કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી અને ત્યારબાદ પુલની લોખંડની ગ્રીલ તોડી 50 ફૂટ નીચે ખાબક્યો હતો.
વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.

દુર્ઘટના અંગે જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ PSI ડી.ડી.ચુડાસમા, ASI એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.
મળતી માહિતી મુજબ મૃતક ટ્રકના ડ્રાઇવરની ઓળખ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજી રાણા મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિરની ઓળખ નાગાજણ ઉકાભાઇ કેસવાડા તરીકે થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
