Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો બન્યો. શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં 3 વર્ષની બાળકીનું ટાંકામાં પડી જતા મોત થયું. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.
એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બાળકીનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. નેપાળી પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમમાં રહેતો હતો અને પાણીનો ટેન્કર ખાલી કરીને ટેન્કર ચાલક ઢાંકણું ખૂલ્લું મૂકી જતો રહ્યો હતો.
દુર્ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી છે. રમતા રમતા બાળકી ખુલ્લા ટાંકામાં પડી ગઈ હતી. કાસ ઢાંકણું બંધ કરી દીધું હોત તો કદાચ દૂર્ઘટના ન ઘટી હોત. પ્રાપ્ત વિગતો મુજબ પરિવાર કામ અર્થે એપોર્ટમેન્ટમાં ગયું હતું ત્યારબાદ મોડી સાંજે પરિવાર ઘેર આવ્યું અને બાળકીને જોતા ન જોવા મળતા શોધખોળ શરૂ કરી હતી ત્યારે પાણીની ટાંકી ખુલ્લી દેખાતા ત્યાં તપાસ કરતા બાળકી ડૂબેલી જોવા મળી હતી.
પરિવારે તાત્કાલિક સારવાર માટે સિવિલિ હોસ્પિટલ ખેસેડી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં આક્રંધ છવાયો હતો અને હોસ્પિટલમાં પણ ગમગીની છવાઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત