Team Chabuk-Gujarat Desk: દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. વાવાઝોડાના લઈ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી માત્ર 400 કિમી દૂર છે.
બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. હવામાન વિભાગે આ માહિતી આપી છે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે.
ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નિકળવાની સુચના આપવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત