Homeદે ઘુમા કેઆજથી INDIA-WEST INDIES વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ

આજથી INDIA-WEST INDIES વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આજથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (INDIA-WEST INDIES) વચ્ચે 2 ટેસ્ટ મેચ, 3 ODI અને 5 T20 મેચની સિરીઝ રમવાની છે. ટેસ્ટ મેચનો પ્રારંભ આજે 12 જુલાઈથી થશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ઘણી નબળી દેખાઈ રહી છે. તે ODI વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિમાં ભારતીય ટીમનું પલડું ભારે રહેશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે ચેતેશ્વર પૂજારાને પડતો મૂક્યો છે અને તેના કારણે ટોપ ઓર્ડરમાં જગ્યા ખાલી પડી છે. આ જગ્યા પર યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. રોહિત શર્માએ પણ જણાવ્યું છે કે, પૂજારાની જગ્યાએ જયસ્વાલને તક મળશે અને તે ઓપનિંગ કરશે, જ્યારે શુભમન ગિલ નંબર 3 પર રમશે. શુભમન ગિલ સ્વાભાવિક રીતે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જયસ્વાલ મુંબઈ, પશ્ચિમ ઝોન અને રેસ્ટ ઈન્ડિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરતો આવ્યો છે તેથી તેને ટોપ ઓર્ડર પર રમવાનું મુશ્કેલ નહીં હોય.

india vs west indies

ભારતીય ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ

ક્રેગ બ્રાથવેઈટ (સી), જર્માઈન બ્લેકવુડ (વીસી), એલીક અથાનાજ, ટેગેનર ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમર રોચ જોમેલ વોરિકન.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments