Homeતાપણુંગુજરાતની રાજનીતિના મહત્વના સમાચારઃ AAP અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કરશે ગઠબંધન

ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચારઃ AAP અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કરશે ગઠબંધન

Team Chabuk-Political Desk: ગુજરાતની રાજનીતિના એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એકબીજાની વિરોધી રહેલી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બન્ને પક્ષો આગામી લોકસભાની ચૂંટણી ગઠબંધનમાં લડશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને આ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, તે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે.

aap and congress

એટલે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાના તમામ ઉમેદવારો નહીં ઉભા રાખે. બન્ને પક્ષો સહમતિથી બેઠકોની વહેંચણી કરશે અને યોગ્ય ઉમેદવારને ભાજપના ઉમેદવારની સામે ઉભા રાખશે.

તો આ તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા ભરત ડાંગરે કહ્યું છે કે, જનતા માટે નહીં અંગત સ્વાર્થ માટે આ ગઠબંધન થયું છે. ગુજરાતની જનતા હંમેશા સુશાસન અને વિકાસ સાથે રહી છે. આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. જનતા ક્યારેય ગઠબંધનની માયાજાળમાં ફસાશે નહીં.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments