Homeદે ઘુમા કેનીરજ ચોપરાનો ગોલ્ડન થ્રોઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

નીરજ ચોપરાનો ગોલ્ડન થ્રોઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

Team Chabuk-Sports Desk: ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ (neeraj chopra) વધુ એક વખત ઈતિહાસ રચીને ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું છે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2023માં (world athletic championship) ગોલ્ડ મેડલ (gold medal) જીત્યો છે. પ્રથમ થ્રો ફાઉલ થયા બાદ નીરજ ચોપરાએ બીજા થ્રોમાં 88.17 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાઈ હતી. મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટની ફાઈનલ મેચ રવિવારે 27 ઓગસ્ટના રોજ રમાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનનો અરશદ નદીમ બીજા ક્રમે રહ્યો હતો. તેણે પોતાનો બેસ્ટ થ્રો તેના ત્રીજા થ્રોમાં હાંસલ કર્યો હતો.

આ ચેમ્પિયનશિપ 1983થી યોજાઈ રહી છે અને પ્રથમ વખત કોઈ ભારતીય એથ્લેટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર જીત્યો હતો. તેણે 87.82 મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો આ એકંદરે ત્રીજો મેડલ છે. નીરજે ગત સિઝનમાં સિલ્વર જીત્યો હતો. મહિલા લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે 20 વર્ષ પહેલા 2003માં પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ છે. નીરજ ચોપરા આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજ ચોપરા 2022ની ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

neeraj chopra

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. નીરજ ઉપરાંત ભારતના ડીપી મનુ અને કિશોર જેના પણ જેવલિન થ્રોની ફાઇનલમાં મેડલ માટે લડ્યા હતા. પરંતુ કિશોર પાંચમા અને મનુ છઠ્ઠા સ્થાને રહ્યા હતા.

નીરજ ચોપરા એક સાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. તેણે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. ભારત વર્ષ 1900થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈ પણ મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલા, મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથું સ્થાને રહેવું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments